ગુજરાતમાં કુલ 8,609 દર્દીઓએ કોરોના સામે જીત મેળવી, 980 લોકોએ જીવ ગુમાવ્યો

શનિવાર, 30 મે 2020 (13:12 IST)
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નવા કેસોની સરખામણીએ ડિચ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધી છે. અત્યારસુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાથી 15,944 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે  8,609 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 980 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરમાં 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં કોરોનાના 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે અને 468 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 11,597  અને કુલ મૃત્યુઆંક 798 થયો છે. જ્યારે 5,799 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યની જુદીજુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત ICMR ની ગાઈડલાઈન પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન  9414.65 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યની 31 લેબમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે જેમાંથી 19 લેબ સરકારી અને 12 લેબ ખાનગી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર