કોરોના-લોકડાઉન ઇફેક્ટ : ગુજરાત સરકારની આવકમાં રૂ. 4 હજાર કરોડનું ગાબડું

શનિવાર, 28 માર્ચ 2020 (13:56 IST)
કોરોના સંકટના કારણે સરકારને રૂા. 3000 કરોડથી રૂા. 4000 કરોડની આવકની નુકસાની થઇ છે. હાલ લોક ડાઉનના કારણે મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેક્ટર શટડાઉન હોવાના કારણે તેમજ ઇલેક્ટ્રીસીટી ડ્યુટી અને રિયલ એસ્ટેટમાંથી પણ આવક બંધ થવાને કારણે જીએસટીની આવક ઘટી છે. આ ઉપરાંત મોટર વ્હીકલ્સ તેમજ ઉદ્યોગો પાસેથી ઇલેક્ટ્રીસિટીની વસૂલાતની રકમ બંધ થઇ છે. આમ રાજ્ય સરકારે હાલ કુલ મળી રૂા. 3000 કરોડથી 4000 કરોડની આવકની નુકસાની ભોગવવી પડી છે. જ્યારે ખુદ કેન્દ્ર સરકાર જ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટની મદદ પણ સહાયરુપ થવાની શક્યતા નથી. અધિકૃત વર્તુળોના જણાવ્યા અનુસાર લોકડાઉનના કારણે રાજ્ય સરકારને આગામી સમયમાં પણ આર્થિક નુકસાન કરી શકે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા બજેટમાંથી વધુ નાણાં ફાળવવા પડશે. લોકડાઉન સમાપ્ત થઇ ગયા બાદ વધારાના સ્ત્રોતમાંથી નાણાંની ફાળવણી કરવી પડશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર