કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની રેલીમાં ટોળેટોળાં ઉમટ્યાં

બુધવાર, 19 ઑગસ્ટ 2020 (13:44 IST)
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જવાબદારી સાંભળ્યા બાદ સી આર પાટીલએ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ હવે આજથી સૌરાષ્ટ્ પ્રવાસે છે. ત્યારે આજે, બુધવારે સવારે 8 કલાકે સિંહ સદન સાસણગીર ખાતેથી મોટી સંખ્યામાં કાર રેલી કાઢવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર ભાજપનાં કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. જોકે, બીજી તરફ કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવીને લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા છે. જેમાં કેટલાકે માસ્ક પહેર્યા છે તો કેટલાકે નથી પહેર્યા. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે સી. આર. પાટીલના ભવ્ય સ્વાગત કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સોમનાથ ખાતે તેઓ ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયાધામ મંદિરે દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલ સ્થળોએ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બેઠક પણ કરશે. 20 ઓગસ્ટ, ગુરૂવારની વાત કરીએ તો, સવારે જૂનાગઢ જિલ્લામાં બેઠક કરશે. તેના બાદ જેતપુર પ્રવાસ કરશે. અહી તેઓ ખોડલધામ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સાંજે હોલમાં તેઓનો સ્વાગત કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેના બાદ રાજકોટ જિલ્લાની બેઠક થશે. તો સાથે જ ચોટીલાની પણ બેઠક થશે. આ ઉપરાંત ઝાંઝરખા મંદિર દર્શન બાદ દલિત સમાજના આગેવાનો સાથે બેઠક થશે.સી. આર. પાટીલનાં સૌરાષ્ટ્ર પ્રવાસ 19થી 22 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન 6 જીલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લાને આવરી લેવામાં આવશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર