કોરોનાની સારવારમાં અક્સીર ગણાતી આ દવાના જથ્થાને લઈને શું થયો મોટો ખુલાસો?

મંગળવાર, 9 જૂન 2020 (14:04 IST)
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ શહેરમાં મૃત્યુનો આંક પણ વધારે છે. ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે અક્સીર ગણાતી દવા ટોસીલીઝુબેમના મુદ્દે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ એમ.એમ પ્રભાકરે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ટોસીલીઝુબેમનો જેટલો જથ્થો છે તેનો ઉપોયગ કરી રહ્યા છે, વધુ જથ્થો અમારી પાસે નથી. જેટલો જોઈએ એટલો જથ્થો નથી મળતો. તેમણે ઉમેર્યું હતું કે, અમે માંગણી તો 50થી વધારેની કરી છે, પણ મળતા નથી. તેમણે આ સમયે ધમણનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, વાતચીતમાં કેટલા અને ક્યાં ક્યાં ધમણ છે, તે અંગે આંકડાઓનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. આજની તારીખે સિવિલ હોસ્પિટલની આઈ.સી.યુ પણ ફૂલ છે. ઓક્સિજન બેડ પણ ફૂલ છે. જરૂરિયાત પડી ત્યારે અલગ અલગ યુનિટના બેડ ઉપયોગમાં લીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર