ગુજરાતમાં હવે કોરોનાની આંધી આવી ચુકી છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો સ્થિર થવા લાગ્યા છે. 24 કલાકમાં 23150 નવા કેસ નોંધાયા છે અને 15ના મોત થયા છે. તેમજ 10103 દર્દી સાજા થયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 547 કેસ, ભાવનગર શહેરમાં 401 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે
રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ 45 હજાર 938ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 230 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 9 લાખ 5 હજાર 830 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 29 હજાર 875 એક્ટિવ કેસ છે, જેમાંથી 244 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 29 હજાર 631 દર્દીની હાલત સ્થિર છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ
અમદાવાદ આજે કુલ 8332 કેસ,
સુરતમાં 2488 કેસ,
ડાંગમાં 8 કેસ,
અરવલ્લી જિલ્લામાં 12 કેસ,
બોટાદમાં 16 કેસ,
છોટા ઉદેપુરમાં 8 કેસ નોંધાયા છે