Corona Gujarat Update - ગુજરાતમાં કોરોના કાબૂમાં, મોતનો આંકડો બેકાબૂ, રિકવરી રેટ વધ્યો

શનિવાર, 29 જાન્યુઆરી 2022 (20:56 IST)
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં આજે થોડી  રાહત મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11,974 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 33 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 21655 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10408 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 10,36,156 લોકો સાજા થયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3990, વડોદરા કોર્પોરેશન 1816, રાજકોટ 716, સુરત કોર્પોરેશન 511, ગાંધીનગર કોર્પોરેશન 326, ભાવનગર કોર્પોરેશન 203, જામનગર કોર્પોરેશન 214, જુનાગઢ કોર્પોરેશન 33 કેસ સામે આવ્યા છે. 
 
જ્યારે વડોદરા 411, સુરત 368, મહેસાણા 313, પાટણ 280, રાજકોટ 266, કચ્છ 263, ભરૂચ 207, બનાસકાંઠા 191, ગાંધીનગર 161, આણંદ 151, વલસાડ 151, ખેડા 140, મોરબી 121, સાબરકાંઠા 121, નવસારી 116, સુરેન્દ્રનગર 91, જામનગર 88, અમદાવાદ 76, પંચમહાલ 75, તાપી 53, મહીસાગર 40, દાહોદ 39, જુનાગઢ 39, અમરેલી 31, ગીર સોમનાથ 31, ભાવનગર 27, નર્મદા 24, દેવભૂમિ દ્રારકા 22, છોટા ઉદેપુર 16, અરવલ્લી 15, ડાંગ 12, બોટાદ 10, પોરબંદર 6 એમ કુલ 11794 કેસ નોંધાયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 7 લોકોના મૃત્યુ થયા છે. તો વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, સુરત 3, રાજકોટ 2, ભાવનગર કોર્પોરેશન 4, આણંદ 2, વલસાડ 2, ખેડા 1, જામનગર 1, અમદાવાદ 1, ભાવનગર 1 અને બોટાદમાં 1 વ્યક્તિનું મોત થયું છે. આમ કુલ 33 લોકોના મોત થયા છે.
 
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 98021 છે. જેમાં 285 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10408 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 10,36,156 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 90.53 ટકા છે. 
 
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 36 ને પ્રથમ, 610 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 5892ને પ્રથમ અને 17992 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26531 નાગરિકોને રસીનો પ્રથમ અને 54442 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 41349 ને પ્રથમ ડોઝ અપાયો હતો. 66829 નાગરિકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 2,13,681 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,75,98,722 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર