ગુજરાતમાં કોરોનાએ ચિંતા ઘટાડી, છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ અને 18ના મોત

મંગળવાર, 1 જૂન 2021 (23:40 IST)
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855  પર પહોચ્યો છે  અમદાવાદ, સુરત અને વડોદરા શહેર તથા વડોદરા જિલ્લામાં ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાયા હતા. તો સતત બીજા દિવસે 5 હજારથી ઓછા દર્દીએ કોરોનાને હરાવ્યો છે અને 4 હજાર 869 દર્દી સાજા થયા છે. અગાઉ 21 એપ્રિલે 4 હજાર 802 કેસ હતા. તો દૈનિક મૃત્યુઆંક 22 થયો છે. ગઈકાલે 18ના મોત થયા હતા. આમ સતત 28મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 95.21 ટકા થયો છે.
 
29 હજાર 15 એક્ટિવ કેસ અને 472 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 10 હજાર 730ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 855 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 71 હજાર 860 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 29 હજાર 15 એક્ટિવ કેસ છે, જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 28 હજાર 543 દર્દીની હાલત સ્થિર છે.
 
અમદાવાદ કોપોરેશન 256, સુરત કોપોરેશન 172, વડોદરા કોપોરેશન 172,    વડોદરા 106,રાજકોટ કોર્પોરેશન 86,  સુરત 80,  જુનાગઢ 68, ભરુચ 47, ગીર સોમનાથ 45, અમરેલી 42, રાજોકટ 42,  જામનગર કોર્પોરેશન 41, નવસારી 32, કચ્છ 30, પંચમહાલ 29, આણંદ 25, ખેડા 25, વલસાડ 25, મહેસાણા 24,  જૂનાગઢ કોર્પોરેશન 22, સાબરકાંઠા 20, બનાસકાંઠા 19, જામનગર 19, ભાવનગર 15, અરવલ્લી 14, પાટણ 14,  ભાવનગર કોર્પોરેશન 13, દેવભૂમિ દ્વારકા 11,  ગાંધીનગર કોર્પોરેશન 11, પોરબંદર 11, દાહોદ 10, મહીસાગર 10, અમદાવાદ 6, ગાંધીનગર 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1,  છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 1 અને  ડાંગમાં 0 કેસ સાથે કુલ 1561 નવા કેસ નોંધાયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર