કેજરીવાલની ગુજરાત મુલાકાત 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી - અરવિંદ કેજરીવાલ
સોમવાર, 14 જૂન 2021 (12:47 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની અમદાવાદની મુલાકાતે છે ત્યારે આજે અર્જવિંડ કેજરીવાલ એરપોર્ટે સીધા શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચ્યા છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પણ ઓળખતા કેજરીવાલ આજે અન્ય નેતાઓની જેમ જ વિશાળ કાફલા સાથે અમદાવાદ પહોંચ્યા છે.પેટ્રોલના ભાવ અત્યારે 93 રૂપિયા સુધી પહોંચ્યા છે ત્યારે પોતાના સામાન્ય માણસ તરીકે ઓળખાવતા કેજરીવાલ આજે 14 ગાડીના કાફલા સાથે આવ્યા હતા જેમાં 3 પોલીસની ગાડી અને એક સરકારી ગાડી એમ કુલ 4 સરકારી ગાડી તથા કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા જે ગાડીમાં આવ્યા તે લક્ષયુરિયસ ફોર્ચ્યુનર ગાડી અને અન્ય 10 ખાનગી ગાડીઓ સાથે આવી હતી.પેટ્રોલના ભાવમાં થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે મોંઘી દાટ કારમાં અને વિશાળ કાફલા સાથે કેજરીવાલ અમદાવાદની મુલાકાત કરશે...
કેજરીવાલ શુ બોલ્યા
- ગામડાઓમાં 20000 લોકોને મળ્યો અને પ્રેમ મળ્યો
- ઇમાનદાર રાજનીતિની વાત છે
- દરેક યુવાન, મહિલાને વિનંતી કરું છું. ખેડુતો વેપારીઓ માટે મેદાનમાં ઉતર્યો છું સાથ આપજો
- વલ્લભ સદન મંદિરમાં સામાન્ય માણસોનો પ્રવેશ અટકાવ્યો, આઇ કાર્ડ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે, કાર્યકર્તાઓ પણ બહાર રોકી દેવામાં આવ્યા
- આજે સવારે દિલ્લીથી અમદાવાદ આવ્યો
- - એરપોર્ટથી બહાર આવ્યો ત્યારે એક કર્મચારીએ રોકી સેલ્ફી લેવા કહ્યું. કેમ આવ્યા પૂછ્યું.
- ઈશુદાન ગઢવી આજે જોડાય છે
- એટલે આવ્યું એટલે તેને કહ્યું ઈશુદાન ગુજરાતના કેજરીવાલ છે એમ કહ્યું મને
- આજે ગુજરાતની હાલત bjp અને કોંગ્રેસની કારસ્તાન છે