સૂરતની સાડી કોરોનાથી બચાવશે/વેપારીઓ દરેક સાડીની પેકિંગ સાથે દવા, કાઢો, માસ્ક અને ફેસશીલ્ડ પણ આપી રહ્યા છે

ગુરુવાર, 18 જૂન 2020 (07:18 IST)
. લાંબાગાળાના લોકડાઉન પછી, દેશ ધીરે ધીરે વેગ પકડતો જઈ રહ્યો છે. પરંતુ, કોરોનાનો પ્રકોપ થમવાનુ નામ નથી લઈ રહ્યો.  સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે, વ્યવસાયિક છૂટ શરૂ કરવામાં આવી છે. બજારોમાં લોકોની હિલચાલ વધવા માંડી છે. બજારો ગ્રાહકોથી ગુલઝાર થઈ રહ્યા છે. 
 
ગુજરાતના ઉદ્યોગપતિઓએ પણ કોરોનાનો સામનો કરવાની ઝુંબેશ શરૂ કરી છે. કોરોના અને લોકડાઉનને કારણે અત્યાર સુધીના સૌથી મોટા આંચકામાંથી બહાર આવવા માટે વેપારીઓએ સુરતના સાડી બિઝનેસમાં નવી ઓફરો અને યોજનાઓ લાવવાની શરૂઆત કરી છે,  સૂરતની એક ટ્રેડિંગ ફર્મ તો એંટી કોરોના સ્કીમ લઈને આવી છે. 
 
પેકીંગ કવર પર પણ કોવિડ -19 પ્રત્યે જાગૃતતાની માહિતી 
 
તેમાં દરેક સાડી સાથે કોરોનાથી બચાવનારી ચાર મહત્વપૂર્ણ વસ્તુઓ (માસ્ક, હોમિયોપેથીની દવા,કાઢો અને ફેસશીલ્ડ)નો પેકિંગમાં સમાવેશ કરવામાં આવ્યુ છે. પેકિંગના કવર પર કોવિડ -19 પ્રત્યે જાગૃતતાની માહિતી પણ રહેશે. ઉદ્યોગપતિ ગોવિંદ ઓમરની ફર્મ સંકલ્પ સાડી આ ખાસ પેકિંગમાં સાડીઓ દેશભરના રિટેલ વેપારીઓને સપ્લાય કરી રહી છે. ફર્મએ બુધવારે તેનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું.
 
દેશભરમાં સપ્લાય માટે બે લાખ પેકેટ તૈયાર કર્યા
 
પેઢીના માલિક ગોવિંદ ઓમરે જણાવ્યું છે કે આવી વિશેષ પેકિંગમાં 2 લાખથી વધુ સાડીઓ ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે. રિટેલર દ્વારા એક સાડી સાથે હવે કોરોના વાયરસથી બચાવની ચાર વસ્તુઓ પણ હવે ગ્રાહકના ઘરે પહોંચશે. ઓમરે કહ્યું કે હવે તેઓ અન્ય વેપારીઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર