રીતિ રિવાજ પુરા થયા પછી વધુ પરત પોતાને ઘરે જઈ રહી હતી તો વચ્ચે જ વરરાજાએ વધુનો હાથ પકડી લીધો. નશેડી વરરાજાની આ હરકત જોઈને વધુનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો. વરરાજા વધુ ને ડીજે પર સાથે ડાંસ કરવાની જીદ કરી રહ્યો હતો. વરરાજાની હરકત જોઈને વધુએ લગ્નની ના પાડી દીધી. વધુએ લગ્ન કરવાની ના પાડી દીધી છે એ વાત જાનૈયાઓ અને લગ્નમાં હાજર સૌના કાન સુધી પહોંચી ગઈ, અને બધા ગભરાય ગયા. ત્યારબાદ ત્યા મારામારી શરૂ થઈ ગઈ. છોકરીવાળાઓએ વરરાજા અને પીધેલા જાનૈયાઓને બંધક બનાવી લીધા.