હવે ગુજરાતમાં ચાલશે બ્રહ્માસ્ત્ર ! પીએમ મોદીના કિલ્લાને બચાવવા માટે મેદાનમાં ઉતરશે તેમના 'ચાણક્ય' અમિત શાહ

મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (11:50 IST)
ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પછી બીજેપી નવા મુખ્યમંત્રીના નામનુ એલાન આગામી બે-ત્રણ દિવસમાં કરી શકે છે. ગુજરાતમાં ગબડતા જનાધારને સાચવવ માટે બીજેપી અમિત શાહને આગામી સીએમ બનાવી શકે છે. 
 
ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુજરાતના આગામી સીમના રૂપમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનુ નામ પર ગંભીરતાથી વિચાર કરવા જઈ રહી છે. રાજકારણીય ગલીઓમાં આ પદના દાવેદારના કેટલાક બીજા નામો પર પણ ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના મુજબ મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી ઉપર ગુજરાતના બીજેપી અધ્યક્ષ વિજય રૂપાનીનુ નામ લેવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાની માટે કહેવામાં આવે છે કે તેમની સંગઠમાં સારી પકડ છે. 
 
અનુભવ સાથે જ વિશ્વસનીય ચેહરો રૂપાની 
 
આનંદીબેનના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી રાજ્યમાં પાર્ટીના સંગઠન કમજોર થઈ રહ્યુ હતુ. બીજેપીના અંદરૂની ઉઠાપઠક હાઈકમાનની પાસે જઈ રહ્યો હતો. આ કારણ હતુ કે સંગઠનને મજબૂત બનાવવા માટે વિજય રૂપાનીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જો કે વિજય રૂપાની ખુદ સરકારમાં પણ પરિવહન મંત્રીની ભૂમિકામાં છે. આવામાં સરકાર ચલાવવાનો અનુભવ પણ તેમની પાસે લગભગ એક વર્ષનો છે. 
 
 
શાહના  નિકટના છે રૂપાની 
 
વિજય રૂપાનીનુ નામ તેથી પણ સૌથી ઉપર લેવામાં આવી રહ્યુ છે કે તેઓ અમિત શાહના નિકટમાંથી એક છે. સાથે જ સરકાર અને સંગઠનનુ સમન્વય તેઓ સારી રીતે કરી રહ્યા છે. અહી સુધી કે થોડા દિવસ અગાઉ સરકારની જેટલી પણ મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી તે બધી આનંદીબેન પટેલના સ્થાન પર વિજય રૂપાનીએ કરી. જ ઓ કે માહિતેઅગાર એવુ પણ માને છે કે બિન પાટીદાર સમુહથી મુખ્યમંત્રી બનાવતા બીજેપીને ગુજરાતમાં પાટીદાર વોટોના નુકશાનનો સામનો કરવો પડી શકે છે. ૝
 
મોદીના નિકટના નિતિન પટેલ પણ છે રેસમાં 
 
આનંદીબેનના ઉત્તરાધિકારીના રૂપમાં બીજુ નામ નિતિન પટેલનુ આવી રહ્યુ છે. નિતિન પટેલ એક તો પાટીદાર સમુહમાંથી આવે છે સાથે જે તેઓ લાંબા સમયથી સરકારમાં મુખ્યમંત્રી બનેલ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા એ સમયે નિતિન પટેલ મોદીના નિકટના નેતાઓમાંથી એક હતા. 
 
જો કે પાટીદાર આંદોલનના સમયે નિતિન પટેલને પોતાના જ પાટીદાર સમાજના ગુસ્સાનો શિકાર થવુ પડ્યુ હતુ. અહી સુધી કે પાટીદારોએ નિતિન પટેલને સમુહમાંથી હાસિયા પર લાવીને ઉભા કરી દીધા હતા. આવામાં સવાલ એ ઉભો થાય છે કે શુ નિતિન પટેલ બીજેપીની આશાઓ પર ખરા ઉતરશે. 
 
સંગઠન પર પકડ ભીખૂને અપાવી શકે છે ખુરશી 
 
ત્રીજુ નામ ભીખૂ દલસાનિયાનુ પણ છે. ભીખૂ દલસાનિયા છેલ્લા લાંબા સમયથી બીજેપીના સંગઠનનુ કામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ભીખૂની સંગઠમાં સારી પકડ હતી. તે આરએસએઅના પણ ખૂબ નિકટના રહ્યા છે. સ્વચ્છ છબિ અને જાતિવાદી સમીકરણ પણ ભીખૂના પક્ષમા જતા દેખાય રહ્યા છે. 
 
પુરૂષોત્તમ રૂપાલા અને સૌરભ પટેલના નામ પર ફુલ સ્ટોપ 
 
પુરૂષોત્તમ રૂપાલા અને સૌરભ પટેલના નામ પર પૂર્ણવિરામ લાગતુ દેખાય રહ્યુ છે. રૂપાલાને તાજેતરમાં જ રાજ્ય્સભાના સભ્ય બનાવાયા છે અને તેનુ કેન્દ્રમાં મંત્રી પદ પણ આપવામાં આવ્યુ છે. આવામાં તેઓ રાજીનામુ આપે અને ગુજરાતના મુખ્યમંત્રી બને. આ વાત દરેકના ગળે ઉતરી રહી નથી. 
 
બીજી બાજુ અંબાણી પરિવારના જમાઈ હોવાને કારણે સૌરભ પટેલને પણ મુખ્યમંત્રી બનાવાની કોઈ આશા દેખાતી નથી. જો સૌરભ પટેલને સીએમ બનાવવામાં આવે છે તો 2017માં પ્રથમ વાર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવાનો પ્લાન બનાવી રહેલ આમ આદમી પાર્ટીને બેઠા બેઠા જ એક મુદ્દો મળી જશે. જે વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો