વિધાનસભાની પેટાચૂંટણીનો ધમધમાટ, ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી

બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (13:49 IST)
ભાજપ દ્વારા પેટાચૂંટણીના શ્રી ગણેશ કરી દેવામા આવ્યા છે. વિધાનસભાની 7 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઇન્ચાર્જની નિમણૂક કરી છે. સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકારી એમ 2 ઇન્ચાર્જની નિમણૂક કરવામા આવી છે. જે ચૂંટણી સુધી બેઠકો પર સીઘી નજર રાખશે. મહત્વનુ છે કે બાયડ તથા ખેરાલુ ઉત્તર ગુજરાતની ટફ બેઠકો છે. જેની જવાબદારી પ્રદીપ સિહ જાડેજા તથા ડેપ્યુટી સીએમ નિતિન પટેલને સોપવામા આવી છે.મોરફા હડફની જવાબદારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગણપતસિંહ વસાવા. લુણાવાડાની જવાબદારી ભરતસિહ પરમાર અને જયદ્રથ સિહ પરમાર, થરાદ બેઠકની જવાબદારી દુષ્યંત પ્ંડ્યા અને ભુપેન્દ્ર સિહ ચુડાસમા, ખેરાલુની જવાબદારી જગદીશ પટેલ અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, અમરાઇવાડી માટે આઇ કે જાડેજા અને આર સી ફળદુ, બાયડ માટે હર્ષદ ગિરિ ગોસવામી અને પ્રદીપ સિહ જાડેજા, રાધનપુર માટે કે.સી.પટેલ અને દિલીપજી ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર