જુઓ માણસનો શોખ કેવો ભારે પડે છેઃ અમદાવાદમાં પતંગની દોરીથી મૃત્યુ પામેલાં પક્ષીઓની સ્મશાન યાત્રા કઢાઈ

ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (12:17 IST)
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસ દરમિયાન બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 709 પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયાં હતાં, જેમાંથી 649 પક્ષીને બચાવી લેવાયાં છે. જ્યારે 60 પક્ષીનાં મોત થયાં હતાં. પાંચ દિવસમાં 2659 પક્ષીઓ સમગ્ર શહેરમાં ઘાયલ થયાં હતાં. ઘાયલ પક્ષીઓમાં કબૂતર, સમડી, મોર, ઘુવડ જેવા પક્ષીઓ વધુ છે. ઘાયલ થયેલા પક્ષીઓને બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને શહેરના અન્ય 9 સેન્ટરમાં સારવાર આપવામાં આવી છે. બીજી તરફ બુધવારે સાંજે બાપુનગરમાં પારેવડા ગ્રૂપ દ્વારા પતંગની દોરીથી મૃત્યુ પામેલાં પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.અમદાવાદમાં પક્ષીઓને બચાવવા માટે 10 મુખ્ય સારવાર કેન્દ્રો અને 20 પ્રાથમિક સારવાર કેન્દ્રો શરૂ કરાયાં હતાં. આ ઉપરાંત 68 રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયાં હતાં. વન વિભાગના સીએફઓ ચિરાગ આજરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પક્ષીઓના ઘાયલ થવાની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર