કિશોરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ રાંદેર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, પાલનપુર જકાતનાકા ખાતે શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારમાં એક 14 વર્ષની કિશોરી પણ છે, જે હાલ ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે.
ગતરોજ સવારે પિતા દીકરીને સ્કૂલે મૂકી આવ્યા હતા, ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી હતી. દરમિયાન
કિશોરી ઘરે એકલી હતી અને પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી. ત્યારે નરાધમ યુવકે ઘરમાં પ્રવેશી કિશોરી સાથે બળજબરી કરી હતી.આ અંગે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી એકલી ઘરે હતી, ત્યારે નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો હતો. કેટલામાં ભણે છે, એ રીતની વાતચીત કરતા કરતા નજીક ગયો હતો અને દીકરીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. મારી દીકરીએ બૂમાબૂમ કરતા નજીકમાં પડેલો નાનો ગેસનો બાટલો તેના માથા પર મારી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો.દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો, જેથી તેનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. જેમાં તે ફરી બેભાન થઈ ગઈ હતી, ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો. તે યુવક પરપ્રાંતિય છે અને અમારા ઘરની નજીકમાં જ રહે છે. તેમને સજા થવી જોઈએ એવી જ અમારી માંગ છે.