એકવાટિક ગેલેરીની સાથે સાથે અહી એક નેચર પાર્ક પણ ડેવલોપ કરવામાં આવ્યો છે. જેમા અનેક પ્રજાતિઓના છોડની સઅથે સાથે વિલુપ્ત થઈ રહેલ પ્રાણીઓના સ્કલ્પચર પણ રાખવામાં આવ્યા છે. સાયંસ સિટીમાં 8 હેક્ટેયરમાં નેચર પાર્ક બનાવ્યુ છે. આ ઉપરાંત અહી મિસ્ટ ગાર્ડન, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઈંટ, સકલ્પચર પાર્ક અને આઉટડોર મેજ ઉપરાંત બાળકો માટે સ્પેશલ પાર્ક છે. સ્લલ્પચર પાર્કમાં એ જાનવરોના જીવ વિશે જાણકારી મળશે જે ઘરતી પરથી લુપ્ત થઈ ગયા છે. ટુરિસ્ટ અહી એક હેક્ટેયરમાં બનાવેલ તળાવમાં બોટિંગની પણ મજા ઉઠાવી શકશે.