કારણ કે, આજે હવામાન વિભાગના અનુમાન મુજબ ફક્ત છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આથી આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોઈ એલટ જાહેર કરવામાં આવ્યું નથી. ફક્ત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાત રાજ્યના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. આ સાથે જ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે. આગાહી મુજબ આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ તાપમાનમાં વધારો નોંધાયો છે. આ સાથે જ બફારાનો પણ અનુભવને થઈ રહ્યો છે. જે હજુ પણ આગામી 24 કલાક સુધી યથાવત્ રહેશે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. સાથે બફારાનું પ્રમાણ પણ વધુ રહેશે. ત્રણ દિવસ હજુ પણ આ પ્રકારનું વાતાવરણ અમદાવાદ શહેરમાં અને આસપાસના જિલ્લાઓમાં રહી શકે છે. આવતીકાલથી મેઘરાજા ગુજરાતના દક્ષિણ ભાગમાં ફરી એક વખત એન્ટ્રી કરશે અને ભારે વરસાદ થઈ શકે છે.