આજે મળેલી બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકારે બાકી રહેલા જિલ્લાએ માટે 531 કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેકટર દીઠ 6800 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.અડધા હેકટર માટે 4000 સહાય આપવામાં આવશે જ્યારે મહત્તમ બે હેકટર માટે સહાયનું ચૂકવાનું કરવામાં આવશે.