જીતુ વાઘાણી 100 કિલો ચાંદી સાથે રજતતુલા, ખોડલધામ મંદિરને અપાઈ

ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (15:32 IST)
આજે જન આશીર્વાદ યાત્રા માટે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી રાજકોટ જિલ્લામાં આવ્યા છે. રાજકોટના કુવાડવા ખાતે તેમનું કંકુ તિલકથી સ્વાગત કરાયું હતું અને બાદમાં ખોડલધામ પહોંચ્યા હતા. મંદિરમાં પ્રવેશે એ પહેલાં વાઘાણીએ પગથિયાં પર નતમસ્તક થઈ મા ખોડલ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. બાદમાં માતાજીનાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ કરતાં પહેલાં જિતુ વાઘાણીએ ધ્વજા સામે માથું ટેકવ્યું હતું. બાદમાં 100 કિલો ચાંદી સાથે રજતુલા યોજાઈ હતી. 
 
રાજકોટ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવાને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. રાજ્ય સરકાર દ્રારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ,સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને લેવાશે નિર્ણય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર