ગુજરાતના આ શહેરમાં બનશે ઓપન જેલ, 70% કેદીઓને હીરાના વ્યાપારમાં રસ

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (23:09 IST)
સુરત શહેરના હોમટાઉનના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓપન જેલનું સપનુ સાકાર થાય તેવા વાવડ મળ્યા છે. સુરત જિલ્લા કલેક્ટરે ઓલપાડ કે લાજપોરમાં ઓપન જેલ માટે જગ્યા સંપાદન કરવા કવાયત શરૂ કરી દીધી છે. સુરતમાં હાઈટેક લાજપોર સાથે સાથે ઓપન જેલની જે ખોટ સાલતી હતી તે હવે પુરાઈ જશે.
 
સુરતની સબજેલના મહેમાન બનેલા રાજ્યના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ સુરતમાં ઓપન જેલ માટે આશા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે પાકા કામના કેદીઓ જેલવાસ દરમિયાન કલા કૌશલ્ય વિકસાવી શકે અને પુર્નવસન કરી શકે તે માટે આ ખ્યાલ જરૂરી છે. તેમને કહ્યું હતું કે ઓપન જેલથી કેદીઓ રોજગાર પણ પામી શકશે.
 
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે લાજપોર જેલ આસપાસની જમીન ઉપર પસંદગી ઉતારાય તેવી વકી છે. આ ઉપરાંત ઓલપાડ માટે પણ તેમને જમીન જાેઈ રાખી છે. આગામી દિવસોમાં આ જમીનનું સ્થળ અને સરવે નંબર ફાયનલ કરી જેલ વિભાગને જગ્યા આપી દેવાશે.
 
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં હાલ રાજકોટ અને વડોદરામાં ઓપન જેલ છે. તે સિવાય સાઉથ ોનમાં અત્યાર લગી એકેય જેલ નહોતી. સુરતમાં ઓપન જેલ નિર્માણ પામશે તેની સાથે રાજ્યમાં આ ત્રીજી ઓપન જેલ હશે.
 
જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ કહ્યું હતું કે પાકા કામના કેદીઓને એક ફોર્મ ભરાવાય છે. જેમાં તેમને જેલવાસ દરમિયાન કયા કામમાં રસ છે તે દર્શાવવાનું હોય છે. વળી લાજપોર જેલમાં હાલ જેટલાં કેદીઓ છે. તેમને પણ પસંદગીના કામ અંગે પૂછવામાં આવ્યું હતું. તેમાં સિત્તેર ટકા કેદીઓએ પોતાને ડાયમંડ પોલીશીંગ કે એસોટીંગનું કામ આવડતું હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ઓપન જેલમાં આવા એકમો શરૂ કરી દેવાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર