અમદાવાદમાં કોરોના વધતા કેસોને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે 900 બેડની ઓક્સિજન હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અમદાવાદમાં બનીને તૈયાર થઇ ગઇ છે. 60 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલનું નિરિક્ષણ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાત આવશે. હોસ્પિટલમાં આર્મ્સ ફોર્સ ફોર્સના 25 ડોક્ટર અને પેરામેડિકલના 75 લોકોનો સ્ટાફ હાજર રહેશે.
હોસ્પિટલમાં 50-55 મેટ્રિક ટનની કાયમી ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક પણ હશે. જેને પાઇપ દ્વારા તમામ 900 બેડ સુધી પહોંચવાની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત આઇસીયૂયુક્ત હશે. સરકાર હોસ્પિટલ માટે 250 મેડિકલ સ્ટાફને રિક્રુમેન્ટ પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે. આ ઉપરાંત 200 નર્સ, 150 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને હાઉસકીપર સહિત 700 કર્મીઓનો સ્ટાફ હશે.
સ્થાનિક ડોકટર અને નર્સિંગ સ્ટાફ માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પણ હાલ ચાલુ, ઇન્ટરવ્યૂ પૂર્ણ થઈ તે તમામને સ્થળ મુલાકાત કરાવવામાં આવી. DRDOના 17 ડોકટરો, 75 પેરા મેડિકલનો સ્ટાફ પણ અમદાવાદમાં આવી પહોંચ્યો છે. 250 જેટલો નર્સિંગ સ્ટાફ જુદી જુદી કોલેજોમાંથી સિલેક્ટ કરવામાં આવ્યો છે.