ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે. મામને 7માં પગાર પંચનો લાભ મળશે. મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે.
- કર્મચારીના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે
- 2005 પછીના કર્મચારીઓ માટે અમારી માંગણી યથાવત રહેશે
- સાતમા પગાર પંચના તમામ લાભ આપવાનો નિર્ણય લેવાયો
- ઉચ્ચતર પગારની માંગ સ્વીકારાઈ
- મેડિકલ ભથ્થુ 300ને બદલે 1000 રૂપિયા અપાશે
- CCCની મુદ્દતમાં વધારો કરાયો ડિસેમ્બર 2024 સુધી CCC પરીક્ષા પાસ કરવાની રહેશે
- જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે