પંજાબના ફરીદકોટમાં દિલ દહેલાવનારી ઘટના બની છે. અહીં એક મહિલાએ પુત્રની ઘેલછામાં પોતાની નિર્દોષ બાળકીની હત્યા કરી. ઘટના કલેર ગામની છે. શુક્રવારે સવારે ક્લેર ગામમાં એક મજૂર પરિવારે બૂમરાણ કરી કે તેમની બે મહિનાની પુત્રી ઘરમાંથી ગાયબ છે. લોકોએ આસપાસમાં શોધખોળ કરી પરંતુ બાળકી ક્યાંય મળી નહી તો ગ્રામજનોને પરિવાર પર શંકા ગઈ. તેથી તેમને બાળકીની માતાને પુછ્યુ તો તેને કબૂલ્યુ કે તેણે જ બાળકીને મારી નાખી. પોલીસના કહેવા મુજબ બાળકીના પિતાના નિવેદન પર તેની માતા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ પરિવાર છેલ્લા 7 મહિનાથી આ ભઠ્ઠી પર કામ કરી રહ્યુ હતુ.
પુત્ર ન થવાથી ગુસ્સામાં મહિલાએ શુક્રવારે જ સવારે પુત્રીને જીવતી જ ફ્લશ ટૈંકમાં ફેંકી દીધી. જ્યા સુધી ગામના લોકો બાળકીને બહાર કાઢતી, માસૂમનો શ્વાસ થંભી ગયો હતો. આ પરિવાર યૂપીના બાંદ્રા જીલ્લામાં રહેનારો છે.