Weather gujarat- હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ અન્ય વિસ્તારો કરતાં થોડી વધારે છે. આવનારા બેથી ત્રણ દિવસમાં આ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.
IMDએ જાણકારી આપી હતી કે આવનાર 24 કલાકમાં કેરળમાં મોનસૂનના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આ પહેલાં હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં ચોમાસું લગભગ 31 મેની આસપાસ પહોંચશે, એ પ્રમાણે જ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગનું કહેવું છે કે સતત અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને ચોમાસું સમયસર જ ભારતમાં શરૂ થઈ જશે. આ ઉપરાંત એકાદ દિવસમાં ચોમાસું અરબી સમુદ્રના બીજા નવા વિસ્તારો સુધી, માલદિવ્સ, કોમોરિન એરિયા અને લક્ષ્યદ્વીપના વિસ્તારો સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.