રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે પુષ્કળ શિયાળુ વાવેતર થયું છે તેમા ખાસ કરી જીરું ,ચણા અને ધાણાનું વાવેતર જંગી પ્રમાણમા થયું છે પરંતુ આ વખતે ઘણા સમયથી શિયાળાની ઋતુમાં વારંવાર વાતાવરણ પલટો અને માવઠું થયું છે તેની અસર શિયાળુ પાકમા થઈ હોવાથી જીરું, ચણા, ધાણા સહિત પાકોને વ્યાપક નુકશાન થયાનું જોવા મળી રહ્યું છે