સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ભાદરવાના તડકાં શરૂ

મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (13:04 IST)
ગઈકાલથી ભાદરવા મહિનાનો પ્રારભં થઈ ગયો છે અને તે સાથે જ સૂર્યનારાયણ પણ તેના આકરાં મિજાજમાં આવી ગયા છે. ભાદરવાના તડકાં શરૂ થયા છે અને મહત્તમ તાપમાનનો પારો સુરેન્દ્રનગર–ભૂજમાં ૩૬ ડિગ્રીને પાર કરી ગયો છે. તો સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરોમાં પણ તાપમાન ઉંચકાઈ રહ્યું છે.
 
સુરેન્દ્રનગરમાં ૩૬.૩, ભૂજમાં ૩૬.૪, અમરેલીમાં ૩૪, રાજકોટમાં ૩૩.૭ અને નલિયામાં ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર્ર કરતાં વધુ ગરમી ગુજરાતમાં નોંધાઈ છે. અમદાવાદમાં ૩૫, ડિસામાં ૩૭.૩, ગાંધીનગરમાં ૩૪, ઈડરમાં ૩૫.૨, બરોડામાં ૩૫.૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.
 
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ ચોમાસાની વિદાયના સંકેતો શરૂ થતાંની સાથે જ ગરમીનું જોર વધ્યું છે અને તેમાં સતત વધારો થશે

વેબદુનિયા પર વાંચો