પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ચિરાગ અને કેતન પટેલ બરતરફ, હાર્દિકે ઉદેપુરથી જાહેરાત કરી

સોમવાર, 29 ઑગસ્ટ 2016 (14:05 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના  હાર્દીક પટેલે ઉદેપુર ખાતે સમિતિના હોદ્દેદારોની બેઠક બોલાવીને સંગઠનમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં મુખ્ય ફેરફાર હાર્દિકના સૌથી જુના સાથી ચિરાગ અને કેતન પટેલની ‘પાસ’માંથી ‘‘હાર્દિક’’ હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચિરાગ અને કેતન પટેલની હકાલપટ્ટી પાછળ હાર્દિકે એવું કારણ આપ્યું છે કે એ બન્ને દ્વારા સમિતિના સર્વમાન્ય નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ ખોટા આરોપો કરાયા છે જેના કારણે પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે. ચિરાગ અને કેતન પટેલ પાટીદાર સમાજની એકતા તુટે તેવા નિવેદનો મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે તેથી તે બન્નેને ‘પાસ’માંથી બરતરફ કરવામાં આવે છે. આ ઉપરાંત હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં 32 સભ્યોની નવી કારોબારીની રચના કરવામાં આવી છે તેમજ 9 સભ્યોની મુખ્ય કોર કમિટિની પણ જાહેરાત કરાઈ છે. હાર્દિક પાસે કે અન્ય કોઈ પાસે અમને બરતરફ કરવાનો અધિકાર નથી કારણકે ‘પાસ’ હાર્દિકની માલિકીની પેઢી નથી. તેણે અમારા પર જે આરોપ લગાવ્યા છે તે સાબિત કરે તો કાયમ માટે સમાજ જીવન છોડી દઈશું. ઉલટાનું હાર્દિકે એકહત્થુ નિર્ણય લઈને અમને બરતરફ કરીને તેના પરના અમારા આરોપને સાચા સાબિત કર્યા છે. અમે ‘પાસ’ના બેનર હેઠળ જ સમાજના આંદોલનને આગળ ધપાવીશું અને સમાજને યોગ્ય ન્યાય અપાવીને જંપીશુ.

વેબદુનિયા પર વાંચો