એમ્બ્યુલન્સે પાંચને ઉડાડ્યા, આધેડનું મોત; ઉશ્કેરાયેલા લોકોએ કરી તોડફોડ
સુરતના કતારગામ વિસ્તારમાં એક એમ્બ્યુલન્સે પાંચ લોકોને અડફેટે લેતા, એકનું મોત થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવા મળ્યું છે. સીસીટીવીમાં દેખાય છે કે, જાનકી જીવદયા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ફૂલ સ્પીડમાં આવે છે અને બાઈક અને કારને ટક્કર મારે છે. સીસીટીવી ફૂટેજમાં પાંચ લોકોને અડફેટે લીધા હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે આ અકસ્માતમાં ઘનશ્યામભાઈ હરીભાઈ લહેરી(ઉ.વ.50)નું મોત થયું છે. અકસ્માત થતાં લોકો ઉશ્કેરાયા હતા અને એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી હતી