હવે મોદીને કહેવાય રહ્યું છે.....કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં...

શુક્રવાર, 26 જુલાઈ 2013 (10:38 IST)
P.R


ગુજરાતના મુખ્યેમંત્રી નરેન્દ્ર મોદી જયારથી ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યાક્ષ બન્યાા છે ત્યાોરથી તેઓ સતત પ્રવાસ કરી રહ્યા છે અને તેને કારણે ગાંધીનગરમાં તેમની ગેરહાજરી પ્રવર્તી રહી છે. તેઓની ગેરહાજરીને કારણે ગુજરાતમાં અનેક કામકાજ પેન્ડીં ગ રહી ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. અનેક નીતિગત નિર્ણયો પેન્ડીંગગ રહી ગયા છે, પેન્ડીંજગ, પોસ્ટીં ગ ટ્રાન્સ ફર અને પ્રમોશનના નિર્ણયો અટકી પડયા છે, ઠેર-ઠેર ફાઇલોના ગંજ ખડકાયા છે,

નીતિગત મીટીંગો મળતી બંધ થઇ ગઇ છે. મોદીને હવે મુખ્યમંત્રી પદને બદલે વડાપ્રધાન પદ માટે વધુ રસ હોય તેવુ લાગે છે. તેઓ વારંવાર દિલ્હીદ જઇ રહ્યા છે એટલુ જ નહિ તેઓ અનેક રાજયોનો પ્રવાસ પણ કરી રહ્યા છે. ગાંધીનગરમાં હવે તેમની પાસે અધિકારીઓ સાથે મીટીંગો કરવા સમય નથી. જયારે પણ તેઓ ગાંધીનગરમાં હોય છે ત્યારે તેઓ મોટાભાગનો સમય ર૦૧૪ની ચૂંટણી માટે તેમના કોર ગ્રુપ સાથે રણનીતિ ઘડવામાં પસાર થતો હોય છે.

ગયા સપ્તામહે તેઓએ ગુજરાતની ર૬ લોકસભા બેઠકો માટે રણનીતિ ઘડી હતી. પક્ષના નેતાઓ સાથે મેરેથોન બેઠકો પણ યોજી હતી. જે દરમિયાન તેઓએ રાષ્ટ્રી ય લેવલના નેતાઓ નીતિન ગડકરી અને અમિત શાહ સાથે લંબાણપુર્વકની ચર્ચા-વિચારણા કરી હતી.

બુધવારે મળતી કેબીનેટની બેઠકો પણ પાટા ઉપરથી ઉતરી ગઇ હોય તેવુ લાગે છે. કાં તો બેઠકો યોજાતી નથી અથવા તો અન્યી દિવસોએ યોજાય છે. મોદીની એકધારી ગેરહાજરીને કારણે મુખ્યેમંત્રી કાર્યાલયમાં અનેક નીતિ વિષયક નિર્ણયો લેવાય શકયા નથી. જેમાં કૃષિનીતિ, આઇટી પોલીસી,

બાયોટેકનોલોજી પોલીસી અને માઇનીંગ ઉદ્યોગ પોલીસીનો સમાવેશ થાય છે. ગૌ જમીન અંગેની પોલીસી પણ અટવાય ગઇ છે. અનેક મહિનાઓથી મહત્વગના કામકાજ માટેની બેઠકો મળતી બંધ થઇ ગઇ છે. જે બોડીની બેઠકો મળતી હતી તે મળતી નથી એટલુ જ નહિ મોદીની ગેરહાજરીને કારણે ટ્રાન્સીફર અને પ્રમોશનના નિર્ણયો પણ અટકી પડયા છે. પોલીસ અને સ્ટેીટ કેડર ઓફિસરો પણ આ અંગેની રાહ જોઇ રહ્યા છે.

સરકારી કર્મચારીઓ માટે ચિંતન શિબિર પણ યોજાઇ નથી. ગયા વર્ષે ચૂંટણીને કારણે ચિંતન શિબિર યોજાય ન હતી. જનરલ વહીવટી વિભાગે ચિંતન શિબિર માટેની ફાઇલ તૈયાર કરી મોકલી હતી પરંતુ મોદીના કાર્યાલયે તે પાછી મોકલાવી દીધી છે.

વેબદુનિયા પર વાંચો