રામનવમી અને નવરાત્રિ - રામનવમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે એ તો બધા જાણે છે. આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસે રામ જન્મની ખુશીના રૂપે ઉજવાય છે. પણ નવરાત્રિ અને રામનવમીનો શુ સંબંધ છે, કદાચ આ વિશે લોકો નથી જાણતા. આવો જાણીએ...
અસુર સંહાર માટે બંનેનો જન્મ - ત્રેતાયુગમાં અસુર રાવણનો નાશ કરવા અને ઘર્મની પુનર્સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુએ મૃત્યુ લોકમાં શ્રી રામના રૂપમાં રાજા દશરથના ઘરમાં શ્રીરામના રૂપમાં અવતાર લીધો હતો. એ દિવસને રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. માં દુર્ગાનુ એક સ્વરૂપ કાત્યાયનીનો જન્મ પણ મહિસાસુરના સર્વનાશ માટે થયો હતો.