ગરીબો માટે ઇજ્જતની જાહેરત

વેબ દુનિયા

શુક્રવાર, 3 જુલાઈ 2009 (14:16 IST)
રેલવે પ્રધાન મમતા બેનર્જીએ લોકસભામાં બજેટ રજૂ કરતા વેળા આજે ગરીબો માટે એક નવી યોજના ‘ઈજજત’ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ માસિક 1500 રૂપિયાની આવક ધરાવતા લોકોને 25 રૂપિયામાં 100 કિલોમીટર સુધીનો માસિક પાસ આપવામાં આવશે. આ યોજના હેઠળ મોટી સંખ્યામાં આવરી લેવામાં આવશે.

પત્રકારોને પણ રાહ
મમતાએ શ્રેણીબદ્ધ નવી ટ્રેનોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે માન્યતા પ્રાપ્ત પત્રકારોને રેલવે મુસાફરીમાં 50 ટકાની રાહત આપવામાં આવશે. રાહત વર્તમાન 30 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી રહી છે. પત્રકારોની પત્નીઓને પણ આ રાહત મળશે.
કોલકાતા-દિલ્હીમાં લેડીસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ તેઓએ જાહેરાત કરી હતી.

લાલુને માર્યો ટાણો...
ચેન્નાઇમાં પણ મહિલા સ્પેશિયલ ટ્રેન દોડશે. મમતાએ પોતાના બજેટ દરમિયાન ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવની પણ ઝાટકણી કાઢી હતી. રેલવે ભૂમિનો ઊદ્યોગ માટે ઊપયોગ કરવાની તેઓએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કેટલીક ટ્રેનોની ફિકવન્સી વધારવાની જાહેરાત કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો