રંગરેલિયા મનાવતા વીડિયોને લઈને હાર્દિક પટેલે સફાઈ આપી - મારી પાસે પાસપોર્ટ જ નથી
મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (14:52 IST)
ત્રણ ગુજરાતી છોકરાઓ અને એક વિદેશી છોકરી રંગરેલિયા મનાવતા હોય એવો એક ફેક વીડિયો આજકાલ વોટસ એપ પર વાઈરલ થયો છે અને લખવામાં આવ્યું છે કે આ ફેક વીડિયો બેંગકોકનો છે અને છોકરી સાથે મસ્તી કરી રહેલા ત્રણ ગુજરાતી છોકરાઓમાં એક પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ છે.
આ અંગે હાર્દિક પટેલે ખુલાસો કરતાં જણાવ્યું છે કે હું બેંગકોક તો શું, પરંતુ દેશની બહાર ક્યાંય ગયો જ નથી. મારી પાસે પાસપોર્ટ જ નથી. મને બેંગકોક પહોંચાડનારાઓને એટલી જાણ કરજો કે મારી પાસે પાસપોર્ટ જ નથી, પરંતુ આ ફેક વીડિયોવાળી વાતથી મને એ યાદ આવી ગયું કે મારે હજુ પાસપોર્ટ બનાવવાનો હજુ બાકી છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમેરિકાના કેટલાક યુવા પટેલ ગ્રૂપ્સે મને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું છે જો મારે ત્યાં જવું હોય તો પાસપોર્ટ જોઈએ. બેંગકોકવાળા ફેક વીડિયોની વાત પછી હવે પાસપોર્ટ કઢાવવાનું કામ હું વહેલી તકે કરીશ.