દિવાળી નિમિત્તે EMRI 108 દ્વારા આપવામાં આવેલ આ સૂચનો ધ્યાનમાં રાખો

બુધવાર, 26 ઑક્ટોબર 2016 (14:42 IST)
જીવીકે ઇએમઆરઆઈ 108  દિવાળીના પર્વને સુરક્ષિત દિવાળી તરીકે મનાવવા માટે કટિબદ્ધ છે. ઇમરજન્‍સી સેવા આ દિવાળીએ 5.45 લાખ અનમોલ જિંદગીઓ બચાવવાનો પર્વ મનાવશે. આ પવિત્ર તહેવારના દિવસે 108 ઇમરજન્સી  ખુબ મહત્વનો સંદેશો આપે છે કે તહેવારના દિવસો હોવાથી લોકો તેમની ઉજવણીમાં વ્યસ્ત રહેશે. દિવાળી વખતે ધ્યાનમાં રાખવાની બાબત અને કઇ બાબત ટાળવી જોઇએ તે નીચે મુજબ છે.
   શું ધ્યાનમાં રાખવું જોઇએ
 
 -  ફટાકડા પર લખેલી માહિતીને ધ્‍યાનમાં રાખવી જોઇએ
 -  ઓછા અવાજ કરતા ફટાકડા ફોડવા જોઇએ
 -  ઘરની બહાર જઇને ખુલ્લામાં ફટાકડા ફોડવા જોઇએ
 -  બાળકો જ્‍યારે દિવાળી ફટાકડા સાથે મનાવતા હોય ત્‍યારે માતા-પિતા અને વાલીઓએ રહેવું જોઇએ
 -  કોઇ દાઝી જાય તો દાઝેલા ભાગને 20 મિનિટ સુધી પાણીમાં રાખવાની સલાહ
 -  ફટાકડા ફોડતા ચંપલો પહેરવા જોઇએ
 -  ત્વરિત આગ પકડી લેતી વસ્‍તુઓ છત ઉપર ન મુકવી જોઇએ
 -  શ્વાસની તકલીફ ધરાવતા લોકોએ બહાર ન નિકળવું જોઇએ
 -  ફટાકડા ફોડતી વેળા પાણી ભરેલી ડોલ સાથે રાખવી જોઇએ
 -  ટ્રાફિક વિસ્તારમાં વાહન ધ્‍યાનથી ચલાવવું જોઇએ
 
   શું ટાળવું જોઇએ
 
  - ફટાકડાને ફેક્ટરીની  અંદર ન લાવવા જોઇએ
  - હોસ્‍પિટલ નજીક ફટાકડા ન ફોડવા જોઇએ
  - ગ્લાસની બોટલોનો ઉપયોગ રોકેટ ફોડવા ન કરવો જોઇએ
  - સિંથેટિક કે સિલ્કના કપડા પહેરી ફટાકડા ન ફોડવા જોઇએ
  - માવાની બનેલી મિઠાઇઓ ન ખાવી જોઇએ
 

વેબદુનિયા પર વાંચો