દિવાળી એક એવો તહેવાર છે જેના માટે ઘરમાં દરેકનુ મન ખૂબ જ ઉત્સાહી હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક કોઈ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે. દિવાળીમાં આપણે ઘરની સજાવટ માટે બેડશીટ અને પડદા દર વર્ષે નવા ખરીદીએ છીએ, આ વખતે પડદાં ખરીદતા પહેલા થોડુ વાસ્તુ મુજબના રંગોનુ પણ ધ્યાન રાખશો તો તમારુ ઘર ખુશીઓથી મહેકી ઉઠશે
વિવિધ રંગના પડદા આપણા ઘરને તો સુંદર બનાવે જ છે, સાથે જ ઘરમાં પૉજિટિવ એનર્જી પણ બનાવવામાં મદદ કરે છે. ત્યારે આવો જાણીએ, વાસ્તુના હિસાબે કઇ દિશામાં કયા રંગના પડદા વધુ ફાયદો કરાવતા હોય છે.
ઉત્તર દિશાના રૂમમાં વાદળી પડદા લગાવવાથી ઘરના ધનમાં વધારો થાય છે.
દક્ષિણ દિશાના ખૂણામાં રૂમ હોય તો લાલ પડદા સારા રહે છે, તેનાથી ઘરમાં પ્રેમ અને પોતીકાપણું વધે છે.
રૂમમાં કલરની વાત કરીએ તો બેડરૂમમાં માનસિક શાંતિ અને સંબંધોમાં મધુરતા બની રહે તેના માટે ગુલાબી, આસમાની અથવા લાઇટ ગ્રીન કલર કરાવવો જોઈએ. ડ્રોઇંગ રૂમ માટે ક્રીમ, સફેદ અથવા બ્રાઉન કલરનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. કિચન માટે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે, તેનાથી ત્યાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય કાયમ સારું રહે છે. બાથરૂમમાં સફેદ અથવા વાદળી રંગ સૌથી સારો રહે છે.