આ સ્થાને રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ બન્ને ના નામ બદલાયા

શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (14:47 IST)
Ayodhya Dham- અયોધ્યા એરપોર્ટનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવે અયોધ્યા એરપોર્ટ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. ગયા બુધવારે અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ પણ બદલવામાં આવ્યું હતું.
 
અયોધ્યા રેલવે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ પર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આગમન પહેલા રેલવે સ્ટેશન અને એરપોર્ટ બંનેના નામ બદલવામાં આવ્યા છે.
 
પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવી રહ્યા છે
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં પીએમ મોદી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ધામ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.
 
અયોધ્યા જંકશન બન્યું ‘અયોધ્યાધામ’
 
હાલમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા જંકશનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જંક્શનનું નામ બદલીને 'અયોધ્યાધામ' કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર