પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પોતાનાં સાથી દોસ્ત ચીનની યાત્રા પહોચી ગયા છે. છેલ્લાં ચાર મહિનામાં બીજી વખત તે ચીનની યાત્રા પર જઈ રહ્યાં છે.
ઝરદારી ચીનનાં હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન પહોચી ગયા છે. તે રાજધાની બેઈઝીંગ જવાના નથી. તેમજ કોઈ ચીની નેતાઓ સાથે પણ મુલાકાત કરવાના નથી. જો કે કેટલાંક સમજૂતિ પત્રો પર હસ્તાક્ષરે તેવી સંભાવના છે.
સમાચાર એજન્સીનાં જણાવ્યા મુજબ ઝરદારી કૃષિ અને જળસંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા સમજૂતિ કરે તેવી સંભાવના છે. ઝરદારી વુહાન ખાતે ચીન-પાકિસ્તાનની કૃષિ અને જળસંરક્ષણ ફોરમની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી જળયોજના થ્રી ગોર્જીયસ ડેમની મુલાકાત લેશે.