જમ્મુમાં ચક્કાજામથી અસ્તવ્યસ્ત

વાર્તા

સોમવાર, 25 ઑગસ્ટ 2008 (15:59 IST)
જમ્મુ. જમ્મુમાં અમરનાથ ભૂમિ વિવાદમાં આજે સંપૂર્ણ ચક્કાજામને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કેટલાય સ્થળોએ સેનાના વાહનોને આગળ જવા દેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

શ્રીઅમરનાથ સંઘર્ષ સમિતિના ચક્કાજામ આહ્વાનથી ઠેર ઠેર પ્રદર્શનકારોએ રસ્તા બંધ કરી દીધા હતા. રસ્તા ઉપર સાર્વજનિક કે ખાનગી કોઇ પ્રકારના વાહનો જોવા મળતા ન હતા. જોકે પ્રદર્શનકારોએ મીડિયા અને તત્કાલસેવાના વાહનોને આ ચક્કાજામમાં છુટ આપી હતી.

શહેરમાં દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી હતી. અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ ડિગાના વિસ્તારમાં પ્રદર્શનકારોને વિખેરવા માટે પોલીસે અશ્રુગેસ છોડ્યો હતો.

અમરનાથ જમીન વિવાદના સમાધાન માટે રાજ્યપાલની કમિટી સાથે વાતચીત કરી રહેલ સમિતિએ 31મી સુધી બંધ લંબાવ્યો છે. પુંછ સિવાય જમ્મુના અન્ય કોઇ વિસ્તારમાં હાલમાં કરફ્યુ નથી.

વેબદુનિયા પર વાંચો