શરૂઆતી જીવન અને શિક્ષા
અનસૂયાનો જન્મ 11 નવેમ્બર 1885ના રોજ અમદાવાદમાં સારાભાઈ પરિવારમાં થયો.. તેમના પિતાનુ નામ સારાભાઈ નએ માતાનુ નામ ગોદાવરીબા હતુ. તેમનો પરિવાર ખૂબ સંપન્ન હતો કારણ કે તેમના પિતા ઉદ્યોગ પતિ હતા. જ્યારે તેઓ નવ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનુ નિધન થઈ ગયુ. ત્યારબાદ તેમના ભાઈ અંબાલાલ સારાભાઈ અને નાની બહેનને એક કાકા પાસે રહેવા માટે મોકલી દેવામાં આવ્યા હતા. 13 વર્ષની વયે તેમનો બાલ વિવાહ થયો જે સફળ ન રહ્યો. પોતાના ભાઈની મદાદથી તેઓ 1912મં મેડિકલની ડિગ્રી લેવા માટે ઈગ્લેંડ નીકળી ગયા પણ પછી લંડન સ્કૂલ ઓફ ઈકનોમિક્સમાં જતા રહ્યા.
રાજનીતિક કેરિયર
ભારત પરત આવ્યા પછી તેમણે મહિલાઓ અને સમાજના ગરીબ વર્ગની ભલાઈ માટે કામ કર્યુ. તેમને એક સ્કૂલ ખોલી. જ્યારે તેમને 36 કલાકની શિફ્ટ પછી થાકીને ચુર થઈ ચુકેલી મિલની મહિલા મજૂરને ઘર પરત ફરતે જોઈ તો તેને મજૂર આંદોલન કરવાનો નિર્ણય કર્યો. તેમણે 1913માં અમદાવાદમાં હડતાલ દરમિયાન ટેક્સસ્ટાઈલ મજૂરોને સંગઠિત કરવામાં મદદ કરી. તે 1918માં મહિના ભર ચાલેલી હડતાલમાં સામેલ હતી. વણકર પોતાની મજૂરીમાં 50 ટકા વધારોની માંગ કરી રહ્યા હતા પણ તેમને ફક્ત 20 ટકા વધારો આપવામાં આવ્યો હતો. જેનાથી અસંતુષ્ટ થઈને વણકરોએ હડતાલ ચાલુ રાખી હતી. ત્યારબાદ ગાંધીજીએ પણ મજૂરો તરફથી હડતાલ કરવી શરૂ કરી દીધી અને છેવટે મજૂરોને 35 ટકા વધારો મળ્યો.. ત્યારબાદ 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ.