પાટીદાર અનામત આંદોલન હવે કચ્છમાં પણ સક્રીય થયું છે. આજે ભુજ ખાતે પાટીદાર અનામત આંદોલનના કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં પાટીદાર આંદોલનને વધુ મજબુત કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. આગામી સમયમાં આંદોલનમાં શહીદ થયેલા 11 લોકોની યાદમાં સમગ્ર ગુજરાતમાં કળશ યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, વિજાપુરથી વિધાનસભા સુધી 11 હજાર પાટીદારો વિશાળ રેલી કાઢવાના છે અને વિધાનસભાનો પ્રતિકાત્મક રીતે ઘેરાવો કરાશે. જોકે, હજુ સુધી કાર્યક્રમની તારીખ જાહેર કરવામાં આવી નથી. આ તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.