નવરાત્રી (Navratri) નો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના ઉપવાસ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથીથી નવમી તિથિ સુધી નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે. અનેક લોકો વ્રત કંઈપણ ખાધા-પીધા વગર નવરાત્રીનુ વ્રત રાખે છે. તો બીજી બાજુ કેટલાક લોકો ફળાહારી વ્રત કરે છે. નવરાત્રી દરમિયાન દરરોજ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.
3. નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ છે. દરેક દિવસે જુદા જુદા રંગના કપડા પહેરવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં ઉપવાસની વસ્તુઓ પહેલાથી લાવી રાખો. આ માટે કટુનો લોટ, મોરિયો, શિંગોડાનો લોટ, સાબુદાણા, આખુ મીઠું, ફળ, બદામ, મખાણા વગેરે મંગાવો.
6. જો તમે વાળ, દાઢી કાપવાનું વિચારી રહ્યા છો, તો નવરાત્રિ પહેલા તેને કાપી નાખો. નવરાત્રિમાં આ બધી વસ્તુઓ કરવી અશુભ માનવામાં આવે છે. આ સિવાય નખ કાપવા પણ વર્જિત માનવામાં આવે છે.