21 સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રિ.. આ મુહૂર્તમાં કરો કળશ સ્થાપના

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (16:22 IST)
21 સપ્ટેમ્બરથી આ વખતે નવરાત્રિ પર્વની શરૂઆત થવા જઈ રહી છે. અશ્વિન મહિનામાં પડનારી આ નવરાત્રિને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. આ વખતે નવરાત્રિનુ શુભ મુહૂર્ત સવારે 6 વાગીને 3 મિનિટથી 8 વાગીને 22 મિનિટ સુધી રહેશે.  નવરાત્રી દરમિયાન માતાના નવ જુદા જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.  નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે.  ત્યારબાદ સતત નવ દિવસ સુધી માતાની ભક્તિમાં પૂજા અને ઉપવાસ વગેરે કરવામાં આવે છે અને અષ્ટમી અને નવમીમાં કન્યા પૂજા કરવામાં આવે છે. 
 
આમ તો એક વર્ષમાં કુલ મળીને ચાર નવરાત્રિ આવે છે જે ચૈત્ર અષાઢ અશ્વિન અને માઘ મહિનામાં આવે છે. 21 સપ્ટેમ્બરથી સવારે મા શૈલપુત્રીના રૂપની પૂજા કરવામાં આવે છે.  નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં છે.   સાથે જ કળશ પર  સ્વાસ્તિકનુ ચિહ્ન બનાવાય છે જે ખૂબ શુભ માનવામાં આવે છે.  આ ઉપરાંત કળશ પર લાલ દોરો બાંધીને ચોખા નાખીને પાણીથી તેને ભરી દેવામાં આવે છે. બીજા બાજુ તેમા આખી સોપારી અત્તર .. ફૂલ અને પંચરત્ન નાખવાથી ફાયદો થાય છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને 
Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર