Navratri Day 1 - મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત આવો જાણો કેવી રીતે
બુધવાર, 6 ઑક્ટોબર 2021 (14:59 IST)
મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત આવો જાણો કેવી રીતે
માં શૈલપુત્રીનો વર્ણ ચંદ્ર સમાન છે. તેમના મસ્તક પર સુવર્ણ મુકુટ ઘારણ કરેલો છે. તેમના માથા પર અર્ઘચંદ્ર તેમની શોભા વધારી રહ્યુ છે. આ વૃષ અર્થાત બૈલ પર સવાર
છે. તેથી તેમને દેવી વૃષારૂઢાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના ડાબા હાથમાં ત્રિશુલ ધારણ કરવામાં આવ્યુ છે અને તેમના જમણા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે.
shailputri
માં શૈલપુત્રીની સાધના મનોવાંછિત લાભ માટે કરવામાં આવે છે. તેમની સાધનાનો સર્વશ્રેષ્ઠ સમય છે ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી
કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને શ્રૃંગારમાં તેમને ચંદન અર્પિત કરવા સારા રહે છે. ઉત્તરપશ્ચિમ થઈને સફેદ આસન પર પૂજા
ઘરમાં બેસો. હવે તમારી સામે લાકડીના પાટા પર સફેદ કપડુ બિછાવીને માં શૈલપુત્રીનુ ચિત્ર સ્થાપિત કરો. તમારા જમણા હાથમાં પાણી લઈને સંકલ્પ કરો અને હાથ જોડીને
માં શૈલપુત્ર દેવીનુ ધ્યાન કરો. તેમનુ ઘ્યાન આ પ્રકારે છે..