નવરાત્રિમાં અખંડ દીપ પ્રગટાવી માતાજીની પૂજા કરતા હોય તો ધ્યાન રાખો આ વાતો

બુધવાર, 6 ઑક્ટોબર 2021 (14:34 IST)
7  ઑક્ટોબરથી શારદીય નવરાત્ર શરૂ થઈ જશે. નવરાત્રીના ગરબા ગ્રાઉંડથી લઈને ઘર સુધી દરેક જગ્યાએ માતાજીના જયકારા ગૂંજી રહ્યા છે. ભક્તો દરેક તે ઉપાય કરવા માંગી રહ્યા છે જેનાથી તેઓ મા ભગવતીને પ્રસન્ન કરી શકે.
 
આ માટે ધૂપ દીપ પ્રગટાવી માતાની આરાધના પણ કરે છે. કેટલાક લોકો મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ દીપ પણ પ્રગટાવે છે. પણ અખંડ દીપ પ્રગટાવતી વખતે કેટલીક વાતો જરૂર ધ્યાન રાખવી જોઈએ. કારણ કે અખંડ દીપથી મનોકામના પુર્ણ થય અને તમારી નાનકડી ભૂલ તમને નિરાશ પણ કરી શકે છે.
 
શાસ્ત્રો મુજબ અખંડ દીવાની જ્યોત સંકલ્પની અવધિમાં ખંડિત ન થવો જોઈએ. અર્થાત જ્યારે જ્યોતિ પ્રગટાવવાનો સંકલ્પ લીધો છે ત્યા સુધી નિરંતર દીપ પ્રગટવો જોઈએ. હવાથી દીપકની જ્યોતિ ઓલવાઈ ન જાય તેથી દીપકને કાંચના ગોળામાં મુકી શકો છો. અથવા તો ગરબીમાં દીવો મુકવો સૌથી યોગ્ય રહેશે.
 
તેલ અથવા ઘી ની કમીને કારણે જ્યોતિ ન ઓલવાય જાય તેથી એક વ્યક્તિ દીવાનુ ધ્યાન રાખે. અનેકવાર દીપકની વાટમાં કાળાશ જામી જવાને કારણે દીવો ઓલવાય જાય છે. આવા સમયે એક બીજી વાટ મુકી પ્રગટાવી દો. અને મુખ્ય વાટમાંથી ઉપરની કાળાશ હટાવી દો.
 
સંકલ્પ સમય પુરો થયા બાદ પણ દીવામાં જ્યા સુધી તેલ હોય ત્યા સુધી રહેવા દેવો જોઈએ. ફુંક મારીને અથવા અન્ય કોઈ રીતે દીવો ક્યારેય ઓલવવો ન જોઈએ. જો આ નિયમોનુ પાલન કરવામાં મુશ્કેલી આવે તો સંકલ્પ લીધા વગર દીવો પ્રગટાવવો જોઈએ.
 
સંકલ્પ દીપક
અખંડ દીપક સમયથી પહેલા ઓલવાય જાય તો જે ઈચ્છા પૂર્તિ માટે દીવો પ્રગટાવવામાં આવે છે તેના પુર્ણ થવામાં શંકા રહે છે. પરિવારમાં અનેક મુશ્કેલીઓ આવે છે. ઘરના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર