મહિલાએ સ્ટિયરિંગ સંભાળ્યું, 24 લોકોના જીવ બચાવ્યા: ચાલતી બસમાં ડ્રાઇવરને વાઈ થયો, સફર કરતી યોગિતા સાતવ ખાઈમાં પડતા બચાવી હતી
ડ્રાઈવરને પણ હોસ્પિટલ લઈ જવાયો હતો
બહાદુરીનું આ પરાક્રમ પુણેની રહેવાસી યોગિતા ધર્મેન્દ્ર સાતવે કરી બતાવ્યું છે. યોગિતાએ બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા એટલું જ નહીં પરંતુ તેના ડ્રાઈવરને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. યોગિતાએ કહ્યું કે હું કાર કેવી રીતે ચલાવવી તે જાણતી હતી, પરંતુ મેં ક્યારેય બસ ચલાવી નથી. ડ્રાઈવર અને અન્ય મુસાફરોનો જીવ જોખમમાં જોઈને મેં તેમને સાઈડમાં કર્યા અને પછી બસની કમાન મારા હાથમાં લઈને ડ્રાઈવરને પહેલા નજીકના ગામ અને અન્ય મુસાફરોને ગંતવ્ય સ્થાને લઈ ગયા.
ડ્રાઈવરને સમયસર હોસ્પિટલ લઈ જવાયો હતો
મળતી માહિતી મુજબ, 7 જાન્યુઆરીના રોજ પુણેના વાઘોલીની 23 મહિલાઓનું એક જૂથ શિરુર તાલુકાના મોરાચી ચિંચોલીમાં ફરવા ગયું હતું. ત્યારે અચાનક આ ઘટના બની હતી. આ સ્થિતિમાં યોગિતાએ જે રીતે બસની કમાન સંભાળી અને ડ્રાઈવર અને અન્ય મહિલાઓનો જીવ બચાવ્યો, તેના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. યોગીતા પોતે બસને બાજુના ગામમાં લઈ આવી. અહીં ડ્રાઇવરને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલ તેમની તબિયત સારી છે અને ડોક્ટર્સનું કહેવું છે કે તેમને જલ્દીથી રજા આપવામાં આવશે.