Genome Sequencing શુ હોય છે ? જે સૌને ડરાવનારા કોરોનાનો કરશે શિકાર !

શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (13:55 IST)
Genome Sequencing Meaning: ચીન (China) માં કોરોના વાયરસ (Coronavirus) ના સબ વેરિએંટ બીએફ.7 (BF.7) ના સંક્રમણને કારણે હાહાકાર મચ્યો છે. આ દરમિયાન ભારતમાં લોકોને સતર્ક રહેવાનુ કહેવામાં આવ્યુ છે. કોવિડ પ્રોટોકોલ (Covid Protocol) ફોલો કરવા માટે કહેવામાં આવ્યુ રહ્યુ છે.  માસ્ક લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન, વિદેશથી આવતા લોકોના રેન્ડમ સેમ્પલિંગ પણ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યા છે અને જે લોકો સંક્રમિત છે તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. દરમિયાન, એ જાણવું જરૂરી બની ગયું છે કે જીનોમ સિક્વન્સિંગ શા માટે જરૂરી છે અને તે કોરોના વાયરસની સતત બદલાતી પ્રકૃતિ સામે કેવી રીતે કામ કરી શકે છે?
 
ઉલ્લેખબ્નીય છે કે જીનોમ સીક્વેંસિંગ એક પ્રક્રિયા છે. જેના હેઠળ કોઈ વિશિષ્ટ જીવ (Specific Organism) કે કોશિકા પ્રકાર   (Cell Type)નો બાયોડેટા એકત્ર કરવામાં આવે છે.  જીનોમ સિક્વન્સિંગમાં તેના વિશે, તે કેવો દેખાય છે અને તેનો સ્વભાવ કેવો છે આ માહિતી એકત્રિત કરવામાં આવે છે. વાયરસ પણ કોષનો પ્રકાર છે. જીનોમ સિક્વન્સિંગની મદદથી પ્રથમ વખત કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિશે માહિતી મળી હતી.
 
જાણી લો કે જીનોમ સિક્વન્સિંગની મદદથી વાયરસ સંબંધિત તમામ માહિતી જેમ કે તેના વેરિએન્ટ્સ, સબ-વેરિઅન્ટ્સ અને તેની પ્રકૃતિ જાણી શકાય છે. જીનોમ સિક્વન્સીંગની મદદથી વ્યક્તિના વ્યક્તિગત જીનોમ વિશેની માહિતી મેળવવામાં આવે છે
 
જિનોમ સિક્વન્સિંગની પ્રક્રિયામાં, એ જાણી શકાય છે કે સરેરાશ માનવ જિનોમ અને જે વ્યક્તિનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે તેમાં શું તફાવત છે. જીનોમ સિક્વન્સિંગથી વાયરસ વિશે ખબર પડશે અને તેને અટકાવવાનું સરળ બનશે.
 
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા ખતરાને કારણે એરપોર્ટ પર સાવચેતી રાખવામાં આવી રહી છે. મુસાફરોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પોઝિટિવ આવતા તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને પણ જીનોમ સિક્વન્સિંગ પર વધુ ભાર મૂકવાની સૂચના આપવામાં આવી છે.
 
 પીએમ મોદીએ ગુરુવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પણ કહ્યું કે સાવધાન રહો. જીનોમ સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારો. મજબૂત દેખરેખની જરૂર છે. તેમણે રાજ્ય સરકારોને પણ સલાહ આપી છે કે દેશમાં કેસ વધી રહ્યા હોવાથી હોસ્પિટલોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર