West Bengal By-Election Results: બંગાળમાં ફરી ચાલ્યો મમતા બેનર્જીનો જાદુ, TMC તમામ 4 બેઠકો જીતી, ભાજપને કારમી હાર
પશ્ચિમ બંગાળની 4 બેઠકો પર પેટાચૂંટણી (West Bengal Assembly By Election Results) માં ફરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) નો જાદુ ચાલ્યો છે. દિનહાટા, ગોસાબા, ખરદાહ અને શાંતિપુર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે 30 ઓક્ટોબરે મતદાન થયું હતું. ટીએમસીના ઉમેદવારે તમામ બેઠકો જીતી લીધી છે. દિનહાટાથી ઉદયન ગુહા, ખરદાહથી શોભનદેવ ચટ્ટોપાધ્યાય, ગોસાબાથી સુબ્રત મંડલ અને શાંતિપુરથી ટીએમસીના બ્રજકિશોર ગોસ્વામી જીત્યા.આ સાથે જ વિધાનસભામાં ટીએમસીના ધારાસભ્યોની સંખ્યા વધીને 217 થઈ ગઈ છે. જો ભાજપના વધુ પાંચ ધારાસભ્યોને સામેલ કરવામાં આવે તો આ સંખ્યા વધીને 222 થઈ ગઈ છે.