જમ્મુ કાશ્મીરના પૂંછમાં દુર્ઘટના, વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડતા 9 લોકોના મોત

શુક્રવાર, 1 એપ્રિલ 2022 (12:54 IST)
જમ્મુ કાશ્મીરના પૂંછમાં મોટી દુર્ઘટના થઈ છે. પેસેન્જર વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા 9 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો લગ્નપ્રસંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.
 
ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થઇ ગયા હતા જ્યારે 3 લોકોને સારવાર માટે લઇ ગયા તે દરમિયાન રસ્તામાં જ મોતને ભેટ્યા. ગુરુવારે સાંજે સુરનકોટના તરારવાલી બફલિયાઝ વિસ્તારમાં આ ઘટના બની હતી.  હાલમાં નજીકની હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર