Vice President બનવા જઈ રહેલા વેંકૈયા નાયડુ જાણો કેમ મોદીની વિશેષ પસંદગી છે
મંગળવાર, 18 જુલાઈ 2017 (10:55 IST)
ભાજપા ઉપરાષ્ટ્રપતિ પદ માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુના નામ પર અંતિમ મોહર લાગી ગઈ છે પણ આજથી ઠીક દોઢ મહિના પહેલા જ્યારે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો ગણગણાટ શરૂ થયો હતો ત્યારે નાયડૂનુ નામ ઉછાળવામાં આવ્યુ હતુ અને તેમણે પોતાના જ અંદાજમાં આ સમાચારને નકારી દીધા હતા. તેમણે કહ્યુ હતુકે હુ ન તો રાષ્ટ્રપતિ બનવા માંગુ છુ કે ન તો ઉપરાષ્ટ્રપતિ. તેઓ ઉષાના પતિ બનીને જ ખુશ છે. એ સમયે નાયડુ પોતાના ચિર-પરિચિત અંદાજમાં ઉમેદવારીને રદ્દ કરી દીધી હતી. બીજી બાજુ નાયડૂ એનડીએની પ્રથમ પસંદગી છે. નાયડૂની આ ખાસ વાતો તેમને પક્ષમાં છે.. અને તે આ કારણે પીએમ મોદીના પણ પ્રિય છે.
સંઘનો વિશ્વાસપાત્ર ચેહરો - સંઘ અને ભાજપા વચ્ચે થયેલ બેઠક પછી સમાચાર આવ્યા હતા કે ભાજપા ઈચ્છે છે કે કોઈ એવો ચેહરો આગળ આવે જે સંઘ અને પાર્ટીની વિચારધારાને સમજે. એ હિસબથી પણ નાયડૂ સંઘ અને ભાજપાની પસંદગી બન્યા.
સરકારમાં મોટો ચેહરો - પાર્ટીની સાથે સાથે વેંકૈયા નાયડૂ સરકારમાં પણ મોટો ચેહરો બન્યા છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણાકીય મંત્રી અરુણ જેટલી વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પછી વેંકૈયા નાયડૂ જ સૌથી સીનિયર મંત્રી છે.
દક્ષિણ ભારતનો એક મોટો ચેહરો - વેંકૈયા નાયડૂ આંધ્ર પ્રદેશના છે. એનડીએ રાષ્ટ્રપતિ પદ માટે પહેલા જ ઉત્તર ભારતથી રામનાથ કોવિંદના નામનું એલાન કરી ચુકી હતી. ભાજપા માટે આ તક હતી કે જો પાર્ટી દક્ષિણનો દાવ ચલાવશે તો 2019 માટે પણ એક રાસ્તો તૈયાર થશે.
રાજ્યસભાનો અનુભવ - વેંકૈયા નાયડૂ 4 વાર રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. બીજી બાજુ તેઓ રાજસ્થાનથી સાંસદ છે. ભાજપા પાસે રાજ્યસભામાં નંબરની પણ કમી છે. જો રાજ્યસભાનો કોઈ અનુભવી નેતા આ પદ પર પસંદગી પામે છે તો સદન ચલાવવા માટે સરળતા રહેશે.
રાજ્યસભામાં ફાયદો - જો ભાજપા નાયડૂનો ચેહરો આગળ કરે છે તો રાજ્યસભામાં ઓછી સંખ્યા હોવા છતા પણ તે સ્થિતિને સાચવવામાં કારગર સાબિત થશે.