ઉત્કલ એક્સપ્રેસના 13 ડિબ્બા પાટા પરથી ઉતર્યા, 23ની મોત 100 ઘાયલ

રવિવાર, 20 ઑગસ્ટ 2017 (08:31 IST)
યુપીનાં મુજફ્ફરનગરમાં ખતૌલી પાસે કલિંગ – ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. પુરીથી હરિદ્વાર જઇ રહેલી ટ્રેનની 6 બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ. ઘણી બોગીઓ એક બીજા પર ચડી ગઇ છે. દુર્ઘટના ખતોલીની ઉપર ગંગનહર પાસે દુર્ઘટના થઇ છે. શરૂઆતી માહિતી અનુસાર 30થી વધારે લોકોનાં ઘાયલ થવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
દિલ્હીથી 100 કિ.મી. દૂર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલી ખાતે શનિવારે સાંજે 5.50 કલાકે પુરી-હરિદ્વાર-કલિંગા રૂટ પર દોડતી ઉત્કલ એક્સ્પ્રેસ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ખડી પડતાં ૨૩ પ્રવાસીઓનાં મોત થયાં હતાં અને 400થી વધુને ઇજા પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના 10 ડબ્બા એકબીજા પર ચડી ગયા હતા, તો કેટલાક કોચ આસપાસનાં મકાનોમાં અને શાળામાં ઘૂસી ગયાં હતાં. 
 
ઉત્કલ એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. પોલીસ અને પ્રશાસન ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય પૂર ઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં ઘણા ઘાયલ લોકોની હાલત ગંભીર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘાયલો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર