સુપ્રીમ કોર્ટ આજે ત્રણ તલાકના મુદ્દે ઐતિહાસિક નિર્ણય સંભળાવશે. કોર્ટ તેના પર નિર્ણય આપશે કે મુસ્લિમ સમુહમાં ત્રણ તલાકની પરંપરા ધર્મની મૌલિકતામાં સામેલ છે કે નહી. ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ જે એસ ખેહરની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચની સંવિધાન પીઠે ગરમીની રજાઓ દરમિયાન છ દિવસ સુનાવણી પછી 18 મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં તમામ ધર્મોના જજ સામેલ છે જેમાં ચીફ જસ્ટિસ જેએસ ખેહર (સિખ), જસ્ટિસ કુરિયન જોસેફ (ક્રિશ્ચિયન), જસ્ટિન રોહિંગ્ટન એફ નરીમન (પારસી), જસ્ટિસ યૂયૂ લલિત (હિન્દૂ) અને જસ્ટિસ અબ્દુલ નજીર (મુસ્લિમ) સામેલ છે. આ અંગેની સુનાવણી દરમિયાન પાંચ જજોની બંધારણીય બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે જો તેઓ ટ્રીપલ તલાકને અયોગ્ય માને છે તો એ માટે પોતે જ કાયદો કેમ બનાવતી નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને લગ્ન જીવનના વિચ્છેદ માટેની અત્યંત નિમ્ન કક્ષાની પ્રથા ગણાવેલી છે.
ચીફ જસ્ટિસ જેએસ ખેહરની બનેલી પાંચ જજોની અધ્યક્ષતામાં ૧૮મી મેના રોજ સુપ્રીમ કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મુસ્લિમોમાં બહુપત્નીત્વની પ્રથાને તલાક સાથે જોડવા અંગેનો ઈનકાર કર્યો હતો. ખેહર ઉપરાંત આ કેસની સુનાવણીમાં જસ્ટિસ કુરિયન જોસેફ, આર એફ નરીમાન, યુયુ લલિત અને એસ અબ્દુલ નાઝર છે. સુપ્રીમ પાંચ મુસ્લિમ મહિલાઓ દ્વારા ટ્રીપલ તલાકના મામલે દાખલ કરેલી પિટિશનને જોડીને લાંબી સુનાવણી બાદ આ ચુકાદો જાહેર કરનાર છે. અરજકર્તાઓએ તેમની પિટિશનમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ટ્રીપલ તલાકની પ્રથા ‘ગેરબંધારણીય’ છે.