રિટાયર્ડ આર્મી ઓફિસરના પુત્રની આતંકી સંગઠન સાથે સંબંધના આરોપમાં ધરપકડ

ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (12:31 IST)
ગોવામાંથી પકડાયેલ આઈએસનો શંકાસ્પદ આતંકી સેનાના પૂર્વ અધિકારીનો પુત્ર નીકળ્યો. દેહરાદૂનનો રહેનાર આ શંકાસ્પદ પાસેથી 5 પાસપોર્ટ મળ્યા છે. દેહરાદૂન પોલીસ તપાસ માટે ગોવા ગઈ છે.  તેનુ નામ સમીર સરદાના છે. હિન્દુ હોવા છતા તેણે ઈસ્લામ ધર્મ અપનાવી રાખ્યો છે. ગોવા એટીએસ ત્રણ દિવસથી તેમની પુછપરછ કરી રહી છે. તેની પાસેથી કેટલાક દસ્‍તાવેજો પણ મળી આવ્યા છે. 
 
44 વર્ષનો સમીર વ્યવસાયે ચાર્ટડ એકાઉંટંટ છે  અને તે હોંગકોંગ, મલેશિયા અને સાઉદી અરેબિયા સહિત કેટલાક દેશોમાં અનેક મલ્‍ટીનેશનલ કંપનીઓ માટે કામ કરી ચુકયો છે. ગોવા પોલીસે તેની ગઇકાલે ધરપકડ કરી હતી અને તેની સતત પુછપરછ ચાલુ છે.
 
મીડીયાના અહેવાલો મુજબ સમીર વાસ્‍કો સ્‍ટેશન ઉપર શંકાસ્‍પદ પરિસ્‍થિતિમાં રખડતો મળી આવ્‍યો હતો. પોલીસને તેની પાસેથી પાંચ પાસપોર્ટ અને ચાર મોબાઇલ ફોન પણ જપ્‍ત કર્યા હતા. જો કે એટીએસના સુત્રો કહે છે કે, તેની પાસેથી કેટલાક દસ્‍તાવેજો મળ્‍યા છે જેમાં પાછલા દિવસોમાં થયેલા ધડાકાનો ઉલ્લેખ અને વિગત છે. તે આ અંગે માહિતી એકઠો કરતો હતો. તે મુળ દહેરાદુનનો રહીશ છે.
 
પોલીસના જણાવ્‍યા પ્રમાણે હિન્‍દુ ધર્મમાં પેદા થયેલો સમીર હાલ ઇસ્‍લામમાં માને છે. તેની પુછપરછમાંથી હજુ સુધી કાંઇ મોટુ બહાર આવ્‍યુ નથી. તે હાલ મુંબઇમાં રહે છે. હાલના દિવસોમાં તેમની મુવમેન્‍ટ વાસ્‍કો અને પણજીમાં જોવા મળી હતી

વેબદુનિયા પર વાંચો